શાળાનો ભવ્ય ઇતિહાસ
આ શાળાના ૧૨૨ વર્ષ થયા. સૌપ્રથમ ત્રણ રૂમ ગાયકવાડ સરકાર શ્રી તરફથી બાંધવામાં આવેલ હતું. ગામ વિશેષના શિક્ષકશ્રી રણછોડભાઈથી શાળાની પ્રગતિ ફીણાવ ગામની પ્રજાએ જ શાળાનો લાભ લીધેલ. ત્યારબાદ સરકારશ્રીની ગ્રાન્ટ આવતી ગઈ તેમ તેમ ૫ રૂમ બંધાયા. ૧૯૭૩માં ત્રણ રૂમ બાંધવા માટે શ્રી ગોરધનભાઈ સોમાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાયા ખોદાયા. પણ લોકફાળાના અભાવે ૨ વર્ષ સુધી કામ ચાલુ ના થયું ત્યારબાદ ગામના વડીલો શ્રી માણેકલાલભાઈ તથા શ્રી અંબાલાલભાઈની જાગૃતિથી શાળાનું બાંધકામ પૂર્ણ કર્યું. આ જૂની શાળામાં ૩૨ વર્ષ સુધી શિક્ષણકાર્ય કરવામાં આવ્યું.
૨૬મી જાન્યુઆરી ૨૦૦૨ના રોજ શાળા પરિવારવતી ૧૧૦ વર્ષ જૂની શાળાને જીણોદ્ધાર માટે હાંકલ કરવામાં આવી.
શાળા પરિવારની આ માંગણીને તે સમયે ઉપસ્થિત અત્રેના વતની અને યુ.એસ. સ્થિત શ્રી દિનેશભાઈ અંબાલાલભાઈ પટેલ દ્વારા શાળાને ૫ લાખનું દાન આપવાની જાહેરાત કરવામાં આવી. પરંતુ અનિવાર્ય કારણોસર આ યોજનામાં વિલંબ થયો અને શાળાના નવા મકાનની વાત મુલત્વી રહી. દિનેશભાઈની ઈચ્છા એવી હતી કે ફીણાવ ગામમાં જીલ્લાની સર્વશ્રેષ્ઠ શાળા બને, ભૌતિક સુવિધાઓથી સજ્જ શાળા બને, જેને સુંદર મેદાન હોય, શાળાનું પર્યાવરણ સુંદર બને અને ગામની શોભા વધારે. પરંતુ આ વિચાર મૂર્તિમંત થાય એ પહેલા દિનેશભાઈ અક્ષરનિવાસી થયા. આવી દુઃખની ઘડીમાં અંબાલાલ સોમાભાઈ પટેલના પરિવારે સ્થિરતા ધારણ કરી દિનેશભાઈના સ્વપ્નને સાકાર કરવા કમર કસી.
જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હુકમથી તારીખ ૨૩/૨/૨૦૦૦ના રોજ ૫૦% ગ્રાન્ટની કુલ ૧૮,૮૦,૦૦૦ રૂ. ના ખર્ચે ૧૨ ઓરડા બાંધી આપવાનો હુકમ મળ્યો. તે પછી અમરતભાઈ અંબાલાલ પટેલને નવા મકાનમાં પ્રાર્થનાહોલ અને એક વધારાના ઓરડાની વિનંતી કરવામાં આવી. શાળા પરિવારની આ વિનંતીને માન આપીને દાતાશ્રીએ ૧૩ ઓરડા અને સ્વ. દિનેશચંદ્ર પ્રાર્થના હોલ બનાવવા દાન આપવાની ખાતરી આપી. આમ દિનેશભાઈના પરિવારે કુલ ૨૧,૦૦,૦૦૦ રૂ. અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી ૯,૪૦,૦૦૦ રૂ. ની સહાય આપવામાં આવી. આમ અમારી અદ્યતન શાળા તૈયાર થઇ જેનું નામ દિનેશભાઈના માતૃશ્રી રેવાબેન અંબાલાલ પટેલના નામ પરથી "શ્રી આર.એ.પટેલ પ્રાથમિક શાળા ફીણાવ" રાખવામાં આવ્યું.
Thursday, February 14, 2013
૨૬ મી જાન્યુઆરી ની ઉજવણી
આજના સમારોહ ના મુખ્ય અતિથી નું પરેડ દ્વારા અભિવાદન કરતા બાળકો .

પ્રાર્થના દ્વારા કાર્યક્રમ ની શરૂઆત કરતી બાળાઓ .
ધોરણ ૧ ના નાના ભૂલકાઓ દ્વારા સુંદર બાળગીત રજુ કરવામાં આવ્યું હતું.
આજના આ કાર્યક્રમ માં ધોરણ ૬ થી ૮ ના બાળકો એ વિવિધ ફ્લોર એકસરસાઈઝ જેવીકે રીંગ પસાર,આગે ગુલાટ,પીછે ગુલાટ ,શવ પસાર જેવી પ્રવૃત્તિ દ્વારા લોકોના દિલ જીતી લીધા હતા.
ધોરણ ૩થી ૪ ના બાળકો દ્વારા સુંદર દેશભક્તિ ગીત રજુ કરવામાં આવ્યું હતું.
ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓ દ્વારા મનમોહક રાસની પ્રસ્તુતિ કરવામાં આવી હતી .
આજના આ કાર્યક્રમ માં ધોરણ ૬ થી ૮ ના બાળકો એ વિવિધ ફ્લોર એકસરસાઈઝ જેવીકે રીંગ પસાર,આગે ગુલાટ,પીછે ગુલાટ ,શવ પસાર જેવી પ્રવૃત્તિ દ્વારા લોકોના દિલ જીતી લીધા હતા.
ધોરણ ૫ ની બાળાઓ દ્વારા પોતાની દેશ પ્રત્યેની ભાવના રજુ કરતું સુંદર દેશભક્તિ ગીત રજુ કરવામાં આવ્યું હતું.
ધોરણ ૭ ની બાળાઓ દ્વારા સ્ત્રી શિક્ષણ માટે વાલીઓને જાગૃત કરવાના હેતુ બદલ "ભણેલી દીકરી પેઢી તારે "નાટક રજુ કરવામાં આવ્યું હતું.
૨૬ મી જાન્યુઆરી ના રોજગામના અગ્રણી ડોક્ટર મનુભાઈ ના પરિવાર તરફથી શાળા ના આચાર્ય રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું.
![]() |












