R.A.Patel Primary School Finav Khambhat Anand Gujarat India
શાળાનો ભવ્ય ઇતિહાસ
આ શાળાના ૧૨૨ વર્ષ થયા. સૌપ્રથમ ત્રણ રૂમ ગાયકવાડ સરકાર શ્રી તરફથી બાંધવામાં આવેલ હતું. ગામ વિશેષના શિક્ષકશ્રી રણછોડભાઈથી શાળાની પ્રગતિ ફીણાવ ગામની પ્રજાએ જ શાળાનો લાભ લીધેલ. ત્યારબાદ સરકારશ્રીની ગ્રાન્ટ આવતી ગઈ તેમ તેમ ૫ રૂમ બંધાયા. ૧૯૭૩માં ત્રણ રૂમ બાંધવા માટે શ્રી ગોરધનભાઈ સોમાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાયા ખોદાયા. પણ લોકફાળાના અભાવે ૨ વર્ષ સુધી કામ ચાલુ ના થયું ત્યારબાદ ગામના વડીલો શ્રી માણેકલાલભાઈ તથા શ્રી અંબાલાલભાઈની જાગૃતિથી શાળાનું બાંધકામ પૂર્ણ કર્યું. આ જૂની શાળામાં ૩૨ વર્ષ સુધી શિક્ષણકાર્ય કરવામાં આવ્યું.
૨૬મી જાન્યુઆરી ૨૦૦૨ના રોજ શાળા પરિવારવતી ૧૧૦ વર્ષ જૂની શાળાને જીણોદ્ધાર માટે હાંકલ કરવામાં આવી.
શાળા પરિવારની આ માંગણીને તે સમયે ઉપસ્થિત અત્રેના વતની અને યુ.એસ. સ્થિત શ્રી દિનેશભાઈ અંબાલાલભાઈ પટેલ દ્વારા શાળાને ૫ લાખનું દાન આપવાની જાહેરાત કરવામાં આવી. પરંતુ અનિવાર્ય કારણોસર આ યોજનામાં વિલંબ થયો અને શાળાના નવા મકાનની વાત મુલત્વી રહી. દિનેશભાઈની ઈચ્છા એવી હતી કે ફીણાવ ગામમાં જીલ્લાની સર્વશ્રેષ્ઠ શાળા બને, ભૌતિક સુવિધાઓથી સજ્જ શાળા બને, જેને સુંદર મેદાન હોય, શાળાનું પર્યાવરણ સુંદર બને અને ગામની શોભા વધારે. પરંતુ આ વિચાર મૂર્તિમંત થાય એ પહેલા દિનેશભાઈ અક્ષરનિવાસી થયા. આવી દુઃખની ઘડીમાં અંબાલાલ સોમાભાઈ પટેલના પરિવારે સ્થિરતા ધારણ કરી દિનેશભાઈના સ્વપ્નને સાકાર કરવા કમર કસી.
જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હુકમથી તારીખ ૨૩/૨/૨૦૦૦ના રોજ ૫૦% ગ્રાન્ટની કુલ ૧૮,૮૦,૦૦૦ રૂ. ના ખર્ચે ૧૨ ઓરડા બાંધી આપવાનો હુકમ મળ્યો. તે પછી અમરતભાઈ અંબાલાલ પટેલને નવા મકાનમાં પ્રાર્થનાહોલ અને એક વધારાના ઓરડાની વિનંતી કરવામાં આવી. શાળા પરિવારની આ વિનંતીને માન આપીને દાતાશ્રીએ ૧૩ ઓરડા અને સ્વ. દિનેશચંદ્ર પ્રાર્થના હોલ બનાવવા દાન આપવાની ખાતરી આપી. આમ દિનેશભાઈના પરિવારે કુલ ૨૧,૦૦,૦૦૦ રૂ. અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી ૯,૪૦,૦૦૦ રૂ. ની સહાય આપવામાં આવી. આમ અમારી અદ્યતન શાળા તૈયાર થઇ જેનું નામ દિનેશભાઈના માતૃશ્રી રેવાબેન અંબાલાલ પટેલના નામ પરથી "શ્રી આર.એ.પટેલ પ્રાથમિક શાળા ફીણાવ" રાખવામાં આવ્યું.
Thursday, February 14, 2013
૨૬ મી જાન્યુઆરી ની ઉજવણી
આજના સમારોહ ના મુખ્ય અતિથી નું પરેડ દ્વારા અભિવાદન કરતા બાળકો .

પ્રાર્થના દ્વારા કાર્યક્રમ ની શરૂઆત કરતી બાળાઓ .
ધોરણ ૧ ના નાના ભૂલકાઓ દ્વારા સુંદર બાળગીત રજુ કરવામાં આવ્યું હતું.
આજના આ કાર્યક્રમ માં ધોરણ ૬ થી ૮ ના બાળકો એ વિવિધ ફ્લોર એકસરસાઈઝ જેવીકે રીંગ પસાર,આગે ગુલાટ,પીછે ગુલાટ ,શવ પસાર જેવી પ્રવૃત્તિ દ્વારા લોકોના દિલ જીતી લીધા હતા.
ધોરણ ૩થી ૪ ના બાળકો દ્વારા સુંદર દેશભક્તિ ગીત રજુ કરવામાં આવ્યું હતું.
ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓ દ્વારા મનમોહક રાસની પ્રસ્તુતિ કરવામાં આવી હતી .
આજના આ કાર્યક્રમ માં ધોરણ ૬ થી ૮ ના બાળકો એ વિવિધ ફ્લોર એકસરસાઈઝ જેવીકે રીંગ પસાર,આગે ગુલાટ,પીછે ગુલાટ ,શવ પસાર જેવી પ્રવૃત્તિ દ્વારા લોકોના દિલ જીતી લીધા હતા.
ધોરણ ૫ ની બાળાઓ દ્વારા પોતાની દેશ પ્રત્યેની ભાવના રજુ કરતું સુંદર દેશભક્તિ ગીત રજુ કરવામાં આવ્યું હતું.
ધોરણ ૭ ની બાળાઓ દ્વારા સ્ત્રી શિક્ષણ માટે વાલીઓને જાગૃત કરવાના હેતુ બદલ "ભણેલી દીકરી પેઢી તારે "નાટક રજુ કરવામાં આવ્યું હતું.
૨૬ મી જાન્યુઆરી ના રોજગામના અગ્રણી ડોક્ટર મનુભાઈ ના પરિવાર તરફથી શાળા ના આચાર્ય રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું.
![]() |
Sunday, January 13, 2013
શાળા રમતોત્સવ -૨૦૧૨/૨૦૧૩
ત્રીપગી દોડ.રસ્સાખેચ અને લોટ ફૂંકણી
જેવી રોચક તેમજ રસપ્રદ રમતો નું આયોજન
અત્રે થી કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં ધોરણ-૧
થી ૮ ના ૪૦૦ જેટલા બાળકોએ આનંદ તેમજ
ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સૌ પ્રથમ
બાળકોની મરજી ને ધ્યાન માં રાખીને લોટ ફૂંકણી નું આયોજન કરવા માં આવ્યું.તેમાં બાળકોના
મોઢા લોટ વાળા થયા તે જોઇને બાળકોમાં હાસ્ય ની લહેરદોડી હતી.ત્યારબાદ કોથળા દોડ અને ત્રીપગી
દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.કોથળા દોડ ની સૌ પ્રથમ શરૂઆત શાળા ના શિક્ષક
શ્રી નિમેષ ભાઈ,રાજેશ ભાઈ અને ભુપેન્દ્ર ભાઈ દ્વારા કરવામાં આવી હતી.જેનાથી બાળકો માં ઉત્સાહની
ના લહર
દોડી હતી અને શિક્ષક શ્રીઓ ને કોથળા દોડતા જોઇને બાળકો પોતાની શરમ ,સંકોચ ને દુર
કરીને ઉત્સાહ,ઉમંગથી ભાગ લીધો બાળકો અનેરા ઉત્સાહથી
વાતાવરણ જાણે કે આનન્દમય બની ગયું હતું.અને આ સ્પર્ધાઓ જાણે બાળકો ના તન ,મન ને
નવી ચેતના અને સ્ફૂર્તિ આપતું હોય તેમ લાગતું હતું.બાળકોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ
લીધો. અને
આનંદ થી શાળા નો રમતોત્સવ ઉજવવામાં આવ્યો.કોથળા દોડ બાદ
ત્રીપગીદોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રમત માં બાળકો એ પોતાના સહ અભ્યાસી
મિત્રો ની સાથે જોડી બનાવી
ને આ દોડ ની મજા માની હતી .અને આ રમત માં જે બે મિત્રો ની જોડી એકબીજા પર વિશ્વાસ
રાખ્યો તે જોડી વિજેતા બને છે
.ત્યરબાદ લીંબુ ચમચી રમત નું આયોજન કરવામાં આવ્યું
હતું.જેમાં ધોરણ -૧ થી ૮ ના બધાજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં બાળકોએ પોતાની
એકાગ્રતા નું ઉદાહરણ પૂરું પડ્યું હતું.બાળકો પોતાના લીંબુ ને ચમચી માંથી ન પડવા
દઈને વિજેતા બનવાનો પ્રયત્ન કર્યો હતો આ રમત બાદ ૧ મિનીટ
સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧ મિનીટ સૌથી વધારે બિસ્કીટ ખાવાની હરીફાઈ
રાખવામાં આવી હતી.આમાં ધોરણ પ્રમાણે સ્પર્ધા યોજવામાં આવી અને અંતે દરેક ધોરણ ના
વિજેતા ની વચ્ચે હરીફાઈ દ્વારાવ શાળા નો વિજેતા નક્કી કરવામાં આવ્યો હતો.આ
સ્પર્ધામાં ધો-૮ નો વિદ્યાર્થી સ્મિત પટેલ
કે જેને સૌથી વધારે ૮ બિસ્કીટ ખાઈને વિજેતા બનેલ છે.ત્યારબાદ ૧ મિનીટ માં સૌથી
વધારે ફુગ્ગા ફુલાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી.જેમાં પણ દરેક વર્ગમાંથી વિજેતા
બનેલા વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા યોજવામાં આવી હતી અને તેમાંથી ધો-૫ નો વિદ્યાર્થી
રવી અને ધો-૮ નો વિદ્યાર્થી સરફરાજ વિજેતા બનેલ છે.ત્યારબાદ રસ્સા ખેંચ અને ડબ્બા ફોડ ની રમત રાખવામાં આવી હતી.
ક્રમ
|
રમતનું નામ
|
વિજેતા નું નામ
|
ધોરણ
|
૧
|
લોટ ફૂંકની
|
રાજુ મકવાણા
|
૭
|
૨
|
લીંબુ ચમચી
|
જ્યોતિ વાઘેલા
|
૭
|
૩
|
કોથળા દોડ (કુમાર)
|
સોહિલ શેખ
|
૭
|
૪
|
કોથળા દોડ (કન્યા)
|
રાધા મકવાણા
|
૭
|
૫
|
ત્રીપગી દોડ
|
અંકિત,કમલેશ
|
૬
|
૬
|
ડબ્બા ફોડ
|
રાધા મકવાણા
|
૭
|
૭
|
સંગીત ખુરસી
|
ઇકબાલ વ્હોરા
|
૭
|
૮
|
૧ મિનીટ (બિસ્કીટ)
|
સ્મિત પટેલ
|
૮
|
૯
|
૧ મિનીટ (ફુગ્ગા)
|
સરફરાજ ,રવી
|
૮-૫
|
Saturday, January 12, 2013
શાળા ક્વિઝ પ્રતિયોગિતા
સમજાવતા નજરે પડે છે.બામણવા બીટ ના
બીટ નિરીક્ષક ચરપોટ સાહેબ પણ બાળકોના
પ્રોત્સાહિત કર્યા હતા.
આજ રોજ તા-૧૦/૧/૨૦૧૩ ના શાળામાં શાળા ક્વિઝ પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું હતું .આ સ્પર્ધા નું આયોજન શિક્ષકોના માર્ગદર્શન મુજબ સુંદર અને રસમય રીતે કરવામા આવ્યું
હતું .આ સ્પર્ધા નું ઉદઘાટન શાળા ના આચાર્ય શ્રી રાજેન્દ્રભાઈ
દ્વારા કરવામા આવ્યું હતું.અને તેમને બાળકોને આ સ્પર્ધાનું મહત્વ અને તેનાથી બૌધિક
વિકાસ અને સામાન્ય જ્ઞાન મા વધારો થાય છે
તે પણ સમજાવ્યું હતું.અને દરેક ટુકડીના
નામ દેશ નેતાઓ ના નામ પરથી રાખવામાં આવ્યા
હતા.અને બાળકો ને તે નેતાઓના જીવનથી માહિતગાર કર્યા હતા.ત્યારબાદ બામણવા બીટ ના બીટ
નિરીક્ષક શ્રી ચરપોટ સાહેબ પણ આ સ્પર્ધા ના આયોજન થી પ્રભાવિત થયા વગર રહી
શક્યા ન હતા.અને તેમને શાળા ના શિક્ષકોના આ સુંદર પ્રયત્નને બિરદાવ્યા અને વખાણ્યા
હતા.અને ભવિષ્યમાં પણ આવી સહઅભ્યાસિક પ્રવૃતિઓ
થતી રહે તેના માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ટુકડી ના નામ દેશાનેતાઓ અને
સ્વતંત્ર સેનાનીઓ પરથી રાખવામાં આવ્યા હતા.જેમકે સ્વામી
વિવેકાનંદ, સરદાર, ગાંધીજી , ભગતસિંહ , રાજગુરુ , સુખદેવ , છત્રપતિ શિવાજી, આઝાદ,
વિજેતા ટીમ ને વિજેત્તા થયેલ ટીમ ને શાળા ના શિક્ષક ગણ અને શાળા ના આચાર્ય શ્રી દ્વારા શાબ્દિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવ્યું હતું.અને વિજેતા થયેલ ટીમ ને પુરસ્કૃત ઇનામ આપવામાં આવ્યું હતું.
ગ્રુપ નું નામ
|
બાળકોના નામ
|
મેળવેલ નંબર
|
રાજગુરુ
|
ઈલમા
|
૧
|
ઇકબાલ વ્હોરા
|
૧
|
|
સલમાન મલેક
|
૧
|
|
સુખદેવ
|
રાધા તળપદા
|
૨
|
સાજીદ
|
૨
|
|
નિશા
|
૨
|
ગ્રુપ નું નામ
|
બાળકોના નામ
|
મેળવેલ નંબર
|
સ્વામી વિવેકાનંદ
|
રીન્કુ વણકર
|
૧
|
તસ્લીમા ભઠ્ઠી
|
૧
|
|
સ્મિત પટેલ
|
૧
|
|
સુખદેવ
|
સંગીતા
|
૨
|
આમીન પઠાણ
|
૨
|
|
જાયેદા ભઠ્ઠી
|
૨
|
Thursday, September 20, 2012
ધોરણ-૩ માં સ્વયં શિક્ષણ દિન નિમિતે શિક્ષિકાબેન દ્વારાબાળકોને વાંચન, લેખન,ગણનની પ્રવુતિ કરાવતા દ્રશ્યમાન થાય છે.
ધોરણ ૬ માં સ્વયં શિક્ષણ દિન નિમિતે શિક્ષકશ્રી એ વિજ્ઞાન માં પ્રયોગ નું નિદર્શન કરાવતા દ્રશ્યમાન થાય છે.
Friday, August 24, 2012
Monday, August 20, 2012
ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં અમારી સિદ્ધિ
સમગ્ર વિશ્વમાં સર્જાતી કુદરતી આપત્તિઓમાં સૌથી સંવેદનસીલ વિસ્તાર પૈકીના એક તરીકે ભારતની ગણના થાય છે.ભારત પ્રદેશ ના લોકો વરસોથી આપત્તિઓના પરિણામે આર્થિક અને સામાજિક નુકસાનનો ભોગ બનતા આવ્યા છે .કુદરતી આપત્તિઓ રોકવી સંભવ નથી.પરંતુ આપત્તિઓ સામે યોગ્ય સમજ અ ને આયોજન દ્વારા આપત્તીથી થતા નુકસાનને અવસ્ય રોકી સકાય છે.
હેતુઓ :
આ કૃતિનો મુખ્ય હેતુ કુદરતી આપત્તિ તેમજ માનવ સર્જિત આપત્તિના જોખમો ઘટાડવા માટેની જરૂરી પદ્ધતિઓ, માળખા, કાર્યક્રમો, સ્ત્રોતો, ક્ષમતાઓ અને માર્ગદશઁક સિદ્ધાંતો ઘડવા યોગ્ય વ્યૂહરચના તથા યોગ્ય ટેક્નોલોજી વિકસાવવાનો છે.
કૃતિની રૂપરેખા:
પ્રસ્તુત કૃતિ માં અમે અહી એક્સીડેન્ટલ એલર્ટ સિસ્ટમનું મોડલ રજુ કરેલ છે. આ મોડલ ની ખાસિયત એ છે કે અકસ્માતની ચોક્કસ જગ્યા, ચોક્કસ વિસ્તાર અને કેટલા કી.મી એ અકસ્માત થયો છે તે જાણી શકાય છે. આ હાઈવેને અલગ અલગ બ્લોકમાં વહેચવામાં આવ્યા છે. દરેક બ્લોક માં સેન્સર્સમુકવામાં આવ્યા છે .દરેક સેન્સર્સનું જોડાણ હાઈવે પર આવેલા કંટ્રોલ રૂમ સાથે કરવામાં આવેલ છે .આ કંટ્રોલ રૂમમાં લાઈટ અને એલાર્મ ને દરેક બ્લોક સાથે જોડવામાં આવેલ છે.જેથી જે બ્લોકમાં અકસ્માત થશે તે સમયે કંટ્રોલ ર્રૂમમાં આવેલા જે તે બ્લોકમાં લાઈટ અને અલાર્મ વાગ્યા કરશે જેથી કંટ્રોલ ઓફિસરને જે તે બ્લોક માં થયેલી અકસ્માતની જાણકારી તે જ સમયે મળી જશે .આમ આ મોડલ દ્વારા વ્યક્તિની અમુલ્ય જીન્દગી બચાવી સકાય છે.આ ઉપરાંત ,
(૧ ) ભૂકંપ અલર્ટ સિસ્ટમ
(૨ ) પૂર અલર્ટ સિસ્ટમ
( ૩) રેઈન અલર્ટ સિસ્ટમ
( ૪) ઇમરજન્સી લાઈટ સિસ્ટમ
( ૫) ફાયરસેફ્ટી એન્ડ સોલ્યુસન


























