“Watch This Blog In Your Favorite Languages”

શાળાનો ભવ્ય ઇતિહાસ

આ શાળાના ૧૨૨ વર્ષ થયા. સૌપ્રથમ ત્રણ રૂમ ગાયકવાડ સરકાર શ્રી તરફથી બાંધવામાં આવેલ હતું. ગામ વિશેષના શિક્ષકશ્રી રણછોડભાઈથી શાળાની પ્રગતિ ફીણાવ ગામની પ્રજાએ જ શાળાનો લાભ લીધેલ. ત્યારબાદ સરકારશ્રીની ગ્રાન્ટ આવતી ગઈ તેમ તેમ ૫ રૂમ બંધાયા. ૧૯૭૩માં ત્રણ રૂમ બાંધવા માટે શ્રી ગોરધનભાઈ સોમાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાયા ખોદાયા. પણ લોકફાળાના અભાવે ૨ વર્ષ સુધી કામ ચાલુ ના થયું ત્યારબાદ ગામના વડીલો શ્રી માણેકલાલભાઈ તથા શ્રી અંબાલાલભાઈની જાગૃતિથી શાળાનું બાંધકામ પૂર્ણ કર્યું. આ જૂની શાળામાં ૩૨ વર્ષ સુધી શિક્ષણકાર્ય કરવામાં આવ્યું.

૨૬મી જાન્યુઆરી ૨૦૦૨ના રોજ શાળા પરિવારવતી ૧૧૦ વર્ષ જૂની શાળાને જીણોદ્ધાર માટે હાંકલ કરવામાં આવી.
શાળા પરિવારની આ માંગણીને તે સમયે ઉપસ્થિત અત્રેના વતની અને યુ.એસ. સ્થિત શ્રી દિનેશભાઈ અંબાલાલભાઈ પટેલ દ્વારા શાળાને ૫ લાખનું દાન આપવાની જાહેરાત કરવામાં આવી. પરંતુ અનિવાર્ય કારણોસર આ યોજનામાં વિલંબ થયો અને શાળાના નવા મકાનની વાત મુલત્વી રહી. દિનેશભાઈની ઈચ્છા એવી હતી કે ફીણાવ ગામમાં જીલ્લાની સર્વશ્રેષ્ઠ શાળા બને, ભૌતિક સુવિધાઓથી સજ્જ શાળા બને, જેને સુંદર મેદાન હોય, શાળાનું પર્યાવરણ સુંદર બને અને ગામની શોભા વધારે. પરંતુ આ વિચાર મૂર્તિમંત થાય એ પહેલા દિનેશભાઈ અક્ષરનિવાસી થયા. આવી દુઃખની ઘડીમાં અંબાલાલ સોમાભાઈ પટેલના પરિવારે સ્થિરતા ધારણ કરી દિનેશભાઈના સ્વપ્નને સાકાર કરવા કમર કસી.

જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હુકમથી તારીખ ૨૩/૨/૨૦૦૦ના રોજ ૫૦% ગ્રાન્ટની કુલ ૧૮,૮૦,૦૦૦ રૂ. ના ખર્ચે ૧૨ ઓરડા બાંધી આપવાનો હુકમ મળ્યો. તે પછી અમરતભાઈ અંબાલાલ પટેલને નવા મકાનમાં પ્રાર્થનાહોલ અને એક વધારાના ઓરડાની વિનંતી કરવામાં આવી. શાળા પરિવારની આ વિનંતીને માન આપીને દાતાશ્રીએ ૧૩ ઓરડા અને સ્વ. દિનેશચંદ્ર પ્રાર્થના હોલ બનાવવા દાન આપવાની ખાતરી આપી. આમ દિનેશભાઈના પરિવારે કુલ ૨૧,૦૦,૦૦૦ રૂ. અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી ૯,૪૦,૦૦૦ રૂ. ની સહાય આપવામાં આવી. આમ અમારી અદ્યતન શાળા તૈયાર થઇ જેનું નામ દિનેશભાઈના માતૃશ્રી રેવાબેન અંબાલાલ પટેલના નામ પરથી "શ્રી આર.એ.પટેલ પ્રાથમિક શાળા ફીણાવ" રાખવામાં આવ્યું.


Saturday, January 12, 2013

શાળા ક્વિઝ પ્રતિયોગિતા

શાળા ના આચાર્ય બાળકોને QUIZ નું મહત્વ
સમજાવતા નજરે પડે છે.બામણવા બીટ ના
બીટ નિરીક્ષક ચરપોટ સાહેબ પણ બાળકોના
પ્રોત્સાહિત કર્યા હતા.


 આજ રોજ તા-૧૦/૧/૨૦૧૩ ના  શાળામાં શાળા ક્વિઝ  પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું હતું .આ સ્પર્ધા નું આયોજન શિક્ષકોના માર્ગદર્શન મુજબ સુંદર અને રસમય  રીતે કરવામા  આવ્યું હતું .આ સ્પર્ધા નું ઉદઘાટન શાળા ના આચાર્ય શ્રી રાજેન્દ્રભાઈ દ્વારા કરવામા આવ્યું હતું.અને તેમને બાળકોને આ સ્પર્ધાનું મહત્વ અને તેનાથી બૌધિક વિકાસ અને સામાન્ય જ્ઞાન  મા વધારો થાય છે તે પણ સમજાવ્યું હતું.અને  દરેક ટુકડીના નામ દેશ  નેતાઓ ના નામ પરથી રાખવામાં આવ્યા હતા.અને બાળકો ને તે નેતાઓના જીવનથી માહિતગાર કર્યા હતા.ત્યારબાદ બામણવા બીટ  ના બીટ  નિરીક્ષક શ્રી ચરપોટ સાહેબ પણ આ સ્પર્ધા ના આયોજન થી પ્રભાવિત થયા વગર રહી શક્યા ન હતા.અને તેમને શાળા ના શિક્ષકોના આ સુંદર પ્રયત્નને બિરદાવ્યા અને વખાણ્યા હતા.અને ભવિષ્યમાં પણ આવી સહઅભ્યાસિક પ્રવૃતિઓ  થતી રહે તેના માટે પ્રોત્સાહિત કર્યા હતા.  

               ટુકડી ના નામ દેશાનેતાઓ અને સ્વતંત્ર સેનાનીઓ પરથી રાખવામાં  આવ્યા હતા.જેમકે સ્વામી વિવેકાનંદ, સરદાર, ગાંધીજી , ભગતસિંહ , રાજગુરુ , સુખદેવ , છત્રપતિ શિવાજી, આઝાદ,   

                       વિજેતા ટીમ ને વિજેત્તા થયેલ ટીમ  ને શાળા ના શિક્ષક ગણ અને શાળા ના આચાર્ય શ્રી દ્વારા શાબ્દિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવ્યું હતું.અને વિજેતા થયેલ ટીમ ને પુરસ્કૃત ઇનામ આપવામાં આવ્યું હતું.

                                           ગુજરાત નોલેજ આધારિત પ્રશ્નો
ગ્રુપ નું નામ
બાળકોના નામ
મેળવેલ નંબર


રાજગુરુ
  ઈલમા
  ઇકબાલ વ્હોરા
  સલમાન મલેક
સુખદેવ
  રાધા તળપદા
  સાજીદ
  નિશા

                                   અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો નું પરિણામ

ગ્રુપ નું નામ
બાળકોના નામ
મેળવેલ નંબર
સ્વામી વિવેકાનંદ
  રીન્કુ વણકર
  તસ્લીમા ભઠ્ઠી
  સ્મિત પટેલ
સુખદેવ
  સંગીતા
  આમીન પઠાણ
  જાયેદા ભઠ્ઠી




                

No comments:

Post a Comment